Type Here to Get Search Results !

Gujarat Police PSI Result 2022 OUT: Check PSIRB Prelims Marks @psirbgujarat2022.in

Gujarat Police PSI Result 2022 OUT: Check PSIRB Prelims Marks @psirbgujarat2022.in

તા.3૦/૦3/૨૦૨૨  

(૧) તા.૨૩/૦૩/૨૦૨૨ નારોજ આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ જેમાં પ્રશ્નપત્ર સેટ-૧ મુજબ પ્રશ્ન ક્રમાંકઃ ૭૬ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. સુધારેલ આન્સર કી જોવા માટે અહીં કલિક કરો........
(ર) સુધારેલ આન્સર કી પ્રશ્નપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી.
(૩) તા.૦૬/૦૩/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો........
(૪) પો.સ.ઇ. કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયોમામાં મુદદા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના પ્રિલિમીનરી પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૩૧/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૪/૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા.૧૪/૦૪/૨૦૨૨ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
(પ) પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા અંદાજે મેં-૨૦૨૨ માસના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં લેવાનું આયોજન છે. જેની તમામે નોંધ લેવી.
ખાસ નોંધઃ
(૧) પ્રિલિમીનરી પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

Tags

Post a Comment

0 Comments